હિંમતનગર ની નલિનલીઝ ફાઇનાન્સ માંથી આશરે દસ વર્ષ અગાઉ ખેડા મહેમદાવાદ ના જિંજર ના રહીશે બાઈક લેવા 44 હઝાર ની લોન લઇ કેટલાક હપ્તા ભર્યા બાદ બાકી ના હફ્તા ના ભરતા ફાઇનાન્સ પેઢી ને આપેલ ચેક પરત ફરતા હિંમતનગર કોર્ટે 1વર્ષ ની કેદ ફટકારી હતી, ઝીંઝર ના મુખીવાસ માં રેહતા સલીમ મિયાં નાઝીમ મિયાં મલેકે વર્ષ 2013 માં હિંમતનગર નલિન લીઝ ફાઇનાન્સ માંથી બાઈક ખરીદવા 44 હઝાર ની લોન લીધી હતી.

તેમણે કેટલાક હપ્તા ભર્યા બાદ ફાઇનાન્સ માં આપેલ ચેક અપૂરતા બેલેન્સ ને લઇને પરત ફરતા લોન ધારકે લોન ભરપાઈ કરવાની તસ્દી લીધી નહતી, જેથી ફાઇનાન્સ પેઢી વતી મયુર પ્રફુલચંદ ઠાકર દ્વારા સલીમમીયા મલેક વિરુદ્ધ હિંમતનગર ની કોર્ટમાં વર્ષ 2015માં ચેક રિટર્ન નો કેસ દાખલ કરાયો હતો જે હિંમતનગર ની કોર્ટના ન્યાયધીસ રોહિત જીવનભાઈ પરમાર ની કોર્ટ માં ચાલી જતાં તેમણે સલીમમીયા નાઝિમમીયા મલેક ને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સઝાનો હુકમ કર્યોં હતો, તેમજ ફાઇનાન્સ પેઢી ને 37 હઝાર રૂપિયા ચૂકવી દેવા આદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર : વારિસ સૈયદ