અમદાવાદમાં કોરોનાની સંભવિત લહેરને લઈ તંત્ર હરકતમાં છે. આ દરમ્યાન હવે અમદાવાદ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તેવું કહેવામાં આવ્યું છે. આ સાથે ટોળા ભેગા ન થાય તે સ્કૂલોએ ધ્યાન આપવું અને શક્ય હોય તો મોટો કોઈ કાર્યક્રમ સ્કૂલના ન યોજવા પણ કહ્યું છે.આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. જેને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેને લઈ હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવાશે...