સમગ્ર વિશ્વના જૈનોની શ્રદ્ધા અને આસ્થાની રાજધાની સમા શાશ્વતા તીર્થ શેત્રુંજય ગિરિરાજની રક્ષા અને પવિત્રતાની અખંડિતતા માટે રાજ્ય સરકારને જૈનોની રજૂઆતો તાત્કાલિક ધોરણે અમલમાં લાવવા કચ્છમાં વિશાળ રેલી સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં કરાયેલી રજૂઆત મુજબ હાઇકોર્ટના ચુકાદામાં સ્પષ્ટ હુકમ કરાયો છે કે, પવિત્ર શેત્રુંજય ગિરિરાજ જૈનોનું સૌથી પવિત્ર તીર્થસ્થાન હોઇ તળેટીથી શિખર સુધી પવિત્રતાને જોખમ થાય તેમજ જૈનોનું મન દુ:ખાય તેવી કોઇ પ્રવૃત્તિ ન કરવી. કોર્ટે નોંધ્યું છે કે, સમગ્ર ગિરિરાજ ઉપરના તમામ જૈન-અજૈન મંદિરો ઉપર નિયંત્રણ અને વહીવટ જૈનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાસે છે. કોર્ટે સરકારને પણ આદેશ આપ્યો છે કે, મહાદેવ મંદિરના વહીવટમાં નિર્ણય જૈનો સાથે પરામર્શ કર્યા બાદ કરવાનો, અહીં માલિકી ઉપરાંત વહીવટ અને અધિકાર બંનેમાં જૈનોને સંપૂર્ણ પ્રાધાન્ય આપ્યું છે. અહીં પૂજારી અથવા અન્ય કોઇ માટે રાત્રિ રોકાણ અથવા કોઇપણ પ્રસાદની વહેંચણી અથવા ખાદ્ય વસ્તુઓ અથવા પીણાઓ વિગેરેનું શેત્રુંજય પર્વત ઉપર સદરહુ મહાદેવ મંદિરમાં મંજૂરી આપવાનો પ્રશ્ન રહેતો નથી. ગિરિરાજ ઉપર ગેરકાયદે બાંધકામો દૂર કરવાની જવાબદારી પણ રાજ્ય સરકાર તેમજ પોલીસ ખાતાની ઉપર સર્વોચ્ચ કોર્ટ દ્વારા મુકાઇ છે. ગિરિરાજ ઉપર ફોરેસ્ટ લેન્ડ હોય કે અન્ય કોઇપણ કેટેગરીની લેન્ડ હોય તેના ઉપર ગેરકાયદે દબાણને દૂર કરવાની જવાબદારી સરકારની છે. અત્યારે' ગિરિરાજ ઉપર ઠેર ઠેર ગેરકાયદે દબાણ છે. અત્યંત નિંદનીય ઘટનામાં હાલમાં જ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણપાદુકાને ખંડિત કરાયા જેને 20 દિવસ ઉપરાંત થવા છતાં ગુનેગારની ધરપકડ કરાઇ નથી. ડુંગરપુર, જીવાપુર અને આદપુર વિ. ગામોમાં' શેત્રુંજય ગિરિરાજ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા શરણાનંદબાપુને હાથો બનાવી હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય તેવા પ્રકારના કાર્યો સતત કરાઇ રહ્યા છે અને સોશિયલ મીડિયા વિ. દ્વારા જૂઠી, ઉશ્કેરણીજનક, વૈમનસ્ય વધે તેવી માહિતી ફેલાવીને લોકલાગણીને ભડકાવી રહ્યા છે.' ગઢની અંદર જમીન દબાણ, સીસી ટીવીના થાંભલાઓ તોડી પાડવા, પાલીતાણા તળેટી રોડ પર ફૂટપાથ તથા રોડ ઉપર મોટા પ્રમાણમાં લારી-ગલ્લા વિ. દબાણો, જંબુદ્વીપની પાછળની વસવાટમાં દારૂના ભઠ્ઠાઓ ધમધમે છે અને આજુબાજુના ગામડાંઓમાં તથા પાલીતાણામાં તેના ઠેર ઠેર વેચાણ કેન્દ્રો ઊભા થયા?છે. ડોળી એસો.ના પ્રમુખ મનાભાઇ રાઠોડ દ્વારા ગિરિરાજ ઉપર જે લેન્ડ ગ્રેબિંગ કરાય છે તેને દૂર કરવા, મ્યુનિસિપાલિટી દ્વારા ધર્મશાળાઓને પૂરતું પાણી નથી અપાતું. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ)ની સિક્યુરિટી શેત્રુંજય ગિરિરાજ તથા ગઢ માટે નિયુકત કરાય, શેત્રુંજય પાલીતાણામાં માંસાહાર નિષેધનો અમલ કરાવવા સહિત 19 મુદ્દા સાથે કલેક્ટરને આવેદન અપાયું હતું. ભુજ જૈન સાત સંઘના નેજા હેઠળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદન અપાયું હતું. વિશાળ સંખ્યામાં જૈન જ્ઞાતિજનો સાથે રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઇ સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરાઇ હતી, જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા હોવાનું સંઘ પ્રમુખ સ્મિત ઝવેરી, મંત્રી નીરજ શાહે યાદીમાં જણાવ્યું હતું. આવેદન આપવા સમયે જિગર છેડા, શીતલ શાહ, દિલીપ શાહ, હિતેશ ખંડોલ, અભય શાહ, ધીરેન લાલન, તાપશ શાહ, પ્રબોધ મુનવર, કૌશલ મહેતા, વિનોદ ગાલા, સંદીપ શાહ, જિતેન્દ્રભાઇ ઝવેરી વિ. અગ્રણીઓ જોડાયા હતા. ચોવીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા અજરામર ટ્રસ્ટ દ્વારા પણ પવિત્ર યાત્રાધામ ગિરિરાજ પરની અસામાજિક પ્રવૃત્તિને વખોડી કાઢી દેશના હિંદુ તીર્થોની સાથે જૈન તીર્થોની સુરક્ષા માટે પણ સરકાર પ્રતિબદ્ધ બને તેવી માંગ સંસ્થાના મંત્રી મયૂર બોરીચાએ કરી હતી. મુંદરા સમસ્ત જૈન સમાજ પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાના અધ્યક્ષસ્થાને પાંચે ગચ્છના જૈન સમાજના હોદ્દેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં ભૂપેન્દ્ર મહેતા તથા અન્ય ફીરકાઓના પ્રમુખ નવીનભાઇ મહેતા, દર્શન સંઘવી, દીપક શાહ, પારસ શાહ, અરવિંદ સંઘવીના હસ્તે આવેદન સાથે મૌખિક રજૂઆત કરાઇ?હતી. સવારે તપગચ્છ જૈન સંઘ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ખાતે શાંતિથી રેલી નીકળી હતી. જે માંડવી ચોક, જવાહરચોક, આદર્શ ટાવર થઇ મામલતદાર કચેરી ખાતે પૂર્ણ કરાઇ હતી, જેમાં જ્ઞાતિજનો કામકાજ બંધ રાખી બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ ટાંકણે પરીન ગાલા, કરણ મહેતા, જીતુ મહેતા, હિરેન સાવલા, હરેશ મહેતા, અભય ગાંધી, પારસ ફોફડિયા, અનિલ શાહ, મહેશ સંઘવી, સંકેત સંઘવી, મહેન્દ્ર મહેતા, કિરીટ મહેતા, રીતેશ પરીખ, ભરત મહેતા, મનીષ મોરબિયા, અશોક શાહ, બ્રિજેશ ફોફડિયા, રૂષભ સંઘવી સહિતનાઓએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી ગુનેગારને કડકમાં કડક સજાની માંગ કરી હતી. ઉપરાંત ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને પત્ર દ્વારા જાણ કરાઇ હતી. એમ જૈન સમાજના યુવા અગ્રણી વિનોદ મહેતાએ જણાવ્યું હતું. માંડવીમાં વીશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ તેમજ શહેરના દરેક સંઘોના તમામ' જૈન ભાઇ-બહેનોએ મોટી સંખ્યામાં જૈનપુરી ખાતે એકત્ર થઇ ત્યાંથી મુખ્યમંત્રી, ગૃહમંત્રીને આવેદનપત્ર આપવા માટે મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વતી નાયબ મામલતદાર ચંદ્રિકાબેન (ટીનાબેન) સોલંકીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જૈનપુરીથી આઝાદ ચોક, ભીડ બજાર, કે.ટી. શાહ રોડ, સોના-ચાંદી બજાર, મહાવીર સ્વામી જિનાલય, નવાપુલ, દાદાવાડી, ભુજ ઓકટ્રોય પાસે થઇ માંડવી મામલતદાર કચેરીએ પહોંચી હતી. સમાજના પ્રમુખ હરનીશભાઇ શાહે આવેદનપત્ર રજૂ કરતાં સમસ્ત જૈન સમાજ વતી જણાવ્યું કે, અહિંસા પાલનને ધર્મ સમજનારા જૈનો એક વિશેષ સાધના અને ધર્મ પ્રક્રિયા ધરાવતા ધર્મની આસ્થા ધરાવે છે. તાજેતરમાં જૈનોના પ્રાણ સમા તીર્થ શેત્રંyજય તીર્થનું જૈન પરંપરા અને પૂજા-પૂજનીય સ્થાનોમાં `શાશ્વત તીર્થ' તરીકે એક વિશેષ મહાત્મય ધરાવતું તીર્થ?છે. તેની અવહેલના આશાતનાના ઊભા થતા-કરતા સંયોગોને જૈનો કદાપિ સ્વીકારી શકે નહીં. રજૂઆત સાથે શેત્રુંજયની સાત પાનાની વિશેષ માહિતીનું નિવેદન આપવા સમયે હરનીશભાઇ શાહ, ચંદ્રેશભાઇ શાહ, પૂર્વ નગરપતિ મેહુલભાઇ શાહ, પારસભાઇ સંઘવી, ભાવિનભાઇ શાહ, રાજુભાઇ આઇ. શાહ, શ્રેણિકભાઇ શાહ, પુનિતભાઇ શાહ, અશોકભાઇ શાહ, દિનેશભાઇ એમ. શાહ, રાહુલભાઇ સંઘવી, વિવિધ મહિલા મંડળોના હોદ્દેદારો, ભાઇઓ-બહેનો-યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શેત્રુંજય પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી હતી. અંજાર શહેરના ગંગાનાકા, પાંજરાપોળ મધ્યે વિશાળ જૈન સમાજના અગ્રણીઓ, મહિલાઓની રેલી યોજાઇ હતી. ગંગાનાકા, કંસારાચોક, 12 મીટર રોડ, કસ્ટમ ચોક, દેવલિયા' નાકેથી આ રેલી નાયબ કલેકટર કચેરી?ખાતે આવેદનપત્ર પાઠવી સમગ્ર જૈન સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરી રેલી યોજી, સવારે 11 વાગ્યા સુધી ધંધા-રોજગાર બંધ રાખી વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. વિરોધ વ્યક્ત કરતાં બેનરો, સૂત્રોચ્ચારમાં મહિલાઓ, યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાંતકચેરી ખાતે આવેદન આપવા સમયે જૈન સમાજના પ્રમુખ જગદીશભાઇ સંઘવી, ડેનીભાઇ શાહ, ભરતભાઇ શાહ, મનસુખભાઇ શાહ, અતુલભાઇ વોરા, જયેન્દ્રભાઇ પારેખ, ધીરેન્દ્રભાઇ વોરા, પારસ શાહ, જગદીશભાઇ શાહ, પંકજ સંઘવી વિ. અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.