ધાનેરા એક જ લક્ષ્ય સંગઠનની પાયાની કામગીરીની શરૂઆત નેગાળા ગામથી થઈ છે સમગ્ર નેગાળા ગામના રહેવાસીઓ આજે શંકર ભગવાનના મંદિરે ભેગા થયેલા બધાએ સર્વ સંમતિએ નેગાળા ગામની પાણીની સમસ્યા માટે બોર રિચાર્જ ખેત તલાવડી જેવી પાણીના સંગ્રહની યોજનાઓમાં સહર્ષ ભાગ લેવા માટે સહમતિ આપી છે ત્યારબાદ નેગાળા ગામના એક જાગૃત ખેડૂત રામસિંહ સોલંકીજી ના ખેતર પર સંગઠનના સભ્યો મુલાકાત લેવા ગયેલા અને તેમને તેમના ખેતરમાં તેમના દ્વારા બોર રિચાર્જની જે કામગીરી કરવામાં આવેલી તેનુ નિરીક્ષણ કરેલું મિટિંગમાં પધારેલા સર્વે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર આ રીતની મીટીંગ અને કામગીરી ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં કરવાની છે ચાલો બધા સાથે મળી ધાનેરા તાલુકાને પાણીદાર બનાવીએ અને સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવીએ તેવી આશા વ્યક્ત કરી હતી.