દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ આકાશવાણી ગામે સત્યમ આશ્રમ શાળામાં આજરોજ સાંજના સમયે બાળકો જમતા હતા તે સમયે અચાનક એકાએક 135 જેટલા બાળકો જમતા હતા અને જમ્યા બાદ બાળકોની અચાનક તબિયત લથડતા તાત્કાલિક તમામ બાળકોને નજીકના પીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા

રીપોર્ટ--રાજ કાપડિયા___9879106469/દાહોદ 

જ્યાં જાણવા મળાયા અનુસાર બાળકોને ખાવામાં ફૂડ પોઈઝનિંગ હોવાનું જાણવા મળતા બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ત્યારે બે જેટલા બાળકોની હાલત ગંભીર જણાતા આ બંને બાળકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા આ બંને બાળકોની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવતા હાલ બંને બાળકોની તબિયત હાલત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વધુમાં જાણવા મળ્યા અનુસાર આ સત્યમ આશ્રમ શાળામાં બાળકોએ દાળ, ભાત, શાક, રોટલી જેવું ભોજન લીધું હતું અને બાળકોએ જમ્યા બાદ અડધો કલાકના સમયગાળા દરમિયાન બાદ બાળકોમાં એકાએક ઉલટી થવા પામી હતી અને બાળકોની અચાનક તબિયત લથડતા આશ્રમ શાળાના સંચાલકો સહિત કર્મચારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. સદભાગે જાગી ગયેલા આશ્રમ શાળાના સત્તાધિશો દ્વારા બાળકોને તાત્કાલિક નજીકના પીએચસી સેન્ટર સહિત દાહોદની ઝાયડસ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા મોટી જાનહાની ટળી હતી. સમગ્ર મામલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે તપાસનો ધમધમાટ કામ કર્યો હતો અને સ્થાનિક પોલીસ નજીકના પીએચસી સેન્ટર ખાતે તેમજ અન્ય પોલીસ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.