કાંકરેજ તાલુકાના ટેબી ગામે વર્ષોથી પરંપરા ગતરીતે અખાત્રીજે બળદ ગાડાં દ્વારા ભુમીપુજન કરવામાં આવે છે
કાંકરેજ તાલુકાના ટેબી ગામમાં અક્ષય તૃતીયા ના દિવસે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. જેમાં વરસોથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામલોકો પોતાના ખેતર માં બળદગાડા અને ટ્રેક્ટર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવેલ. જેમાં ગામના આગેવાનો વડીલો વૃદ્ધો અને તમામ બેનો બાળકો અને માતાઓ હાજરી આપી. અને ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ ની પૂજા આરાધના કરવામાં આવી. અને તમામ ગ્રામજનો અને તમામ આજુબાજુના ખેડૂતોએ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ
 
  
  
  
   
  