અમદાવાદ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

થોડા દિવસો અગાઉ મેઘાણીનગર વિસ્તારમાંથી એક યુવકની લાશ મળી હતી.જે મામલે પોલિસે તપાસ કરતા પાર્ટી કરવા લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા પોલિસે હત્યા,લૂંટ સહિતનો ગુનો નોંધ્યો હતો.જે અંગે હાલ પોલિસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ઝોન 4 ડીસીપી મુકેશ પટેલે કહ્યું કે  મૃતક રામકુમાર સાથે એક રીક્ષા ચાલક આવી રહ્યો હતો. આ રીક્ષા ચાલકે રામકુમારને 4 યુવકો મારતા જોયા હતા. જેના આધારે અમે 3 આરોપીની ઓળખીને તેમની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરી ત્યારે તેમની પાસેથી લૂંટેલો મોબાઈલ અને 900 રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા. મયુર, જતીન, સુનિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાહિલ નામનો આરોપી ફરાર છે.બીજીબાજુ 
આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપીઓ દારૂનો નશો કરતા હોવાથી પૈસાની જરૂર પડતા આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું છે.