આજ કાલ સરકારી જવાબદારીઓ ખાનગી કરણમાં વધુ તબદીલ થતી જોવા મળી રહી છે. અમદાવાદમાં અગાઉ એએમસી દ્વારા હોલના ડેકોરેશન માટે ટેન્ડરો બહાર પાડવાની વાત હતી ત્યારે હવે પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી સેન્ટર અને ઓપન થીયેટરના ટેન્ડરો બહાર પાડવામાં આવી રહ્યા છે. જેથી આ મામલે વિરોધ પક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયની ઘોર નિંદા કરી છે. આ સાથે વિપક્ષે આક્ષેપ કરતા મનપાના નિર્ણયને વધુ કમાણીના સાધનો ગણાવવામાં આવી રહ્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ખાસ કરીને અમદાવાદના વિવિધ ઝોન જેવા કે, મધ્યઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનની અંદર પાર્ટી પ્લોટ હોલની જવાબદારીઓ ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવાનો નિર્ણય કરાયો હતો જેમાં તમામ ભાવો પણ નક્કી કોર્પોરેશન દ્વારા કરાયા હતા ત્યારે હવે મળતી વિગતો અનુસાર કોમ્યુનિટી સેન્ટર, ઓપન એર થિયેટરો, પિકનીક હાઉસ વગેરેના ટેન્ડર પણ બહાર પડાઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા બહું જલદી આ કામોને ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવશે. આ ટેન્ટર મળ્યાના ત્રણ વર્ષ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી સંસ્થા કે કોન્ટ્રાક્ટરને સંચાલન માટે કામગિરી સોંપવામાં આવશે.
જો કે, આ પહેલા કોર્પોરેશન દ્વારા જે અગાઉ હોલના ડેકોરેશન માટે ટેન્ડર સિસ્ટમમાં ખાનગી એજન્સીઓને કામગિરી સોંપાઈ છે તેના ભાવો સામે આવ્યા છે. આ ભાવો પણ વધું જોવા મળી રહ્યા છે. જેમાં મ્યુનિસિપાલિટી દ્વારા બજાર કરતા થોડો ઓછો ભાવ નક્કી કરાયો છે. જો કે, કેટલીક ચીજ વસ્તુઓમાં મ્યુનિસિપાલિટીના હોલ અને પાર્ટી પ્લોટમાં ડેકોરેશનના ભાવોમાં કોઈ વધુ ફર્ક જોવા નથી મળી રહ્યો. તેમાં પણ વિપક્ષે વિરોધ કરતા કહ્યું કે, આ ટેન્ડરમાં પણ શહેરીજનોને કોઈ વધુ ફાયદો નહીં થાય.
હોલના ડેકોરેશન માટેના નક્કી કરાયેલા ભાવો
ચંદરવો - 300
દીવી બ્રાસ - 445
હવન કુંડ - 80
બ્રાસનો સેટ - 2000
સ્ટીલ સેટ - 1500
ટેબલ - 5
રાજા ચેર સેટ - 1000
પ્લાસ્ટીક ખુરશી કવર સાથે - 25