*ડીસાના યુવા અને ઉત્સાહિત ધારાસભ્ય પ્રવીણ માળી નો ડીસા શાકભાજી માર્કેટ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો*
બનાસકાંઠા જિલ્લાના વિધાનસભાની ચૂંટણી મો જિલ્લાની સૌથી મોટી લીડ ધરાવનાર ડીસા વિધાનસભાના યુવાન ઉત્સાહિત અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી નો ડીસા વિ જે પટેલ શાકભાજી માર્કેટયાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો
ડીસા વિ જે પટેલ શાકભાજી પેટા બજાર ના વહેપારી એસોસિએશન અને મુનીમ ભાઈઓ તથા મજૂર ભાઈઓ તરફથી ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને ઢોલ નગારા અને છુટા ફૂલોના વરસાદ સાથે સ્વાગત કરવામાં આવ્યો હતો
ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ બે દિવસ પહેલા એક પહેલ કરેલ કે જે કોઈપણ વ્યક્તિ મારો સ્વાગત કરવા માટે આવો ત્યારે મારા માટે ફુલહાર કે ફૂલછડી નહીં પણ એક નોટબુક આપી મારું સન્માન કરજો તેવી પહેલ કરેલી તે પહેલને આજે ખૂબ જ વ્યાપક આવકાર મળી રહેલ અને ડીસા શાકભાજી પેટાબજાર માર્કેટમાંથી પણ પ્રવીણભાઈ માળીનો નોટબુકો ચોપડા સ્કૂલબેગ અને પેન્સિલ રબર આપી સન્માન કરવામાં આવેલ ત્યારે ધારાસભ્યશ્રી જણાવેલ કે તમે લોકોએ જે મારો આ નોટબુક દ્વારા સન્માન કરવામાં આવેલ તે નોટબુકો અમે ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવશે અને જેમને પણ જરૂર હોય તે અમારો કોન્ટેક્ટ કરી અને નોટબુકો મેળવી લેવી ત્યારે સૌ કોઈએ ધારાસભ્યશ્રીને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા હતા અને ધારાસભ્યશ્રીનો અભિવાદન કર્યું હતું
અહેવાલ અમૃત માળી ડીસા