તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામ જાહેર થયું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી એ બહુમતી મેળવી અને સરકાર બનાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ધારાસભ્ય અને ડીસાના ધારાસભ્ય ની એક અનોખી પહેલ જોવા મળી છે. બંને ધારાસભ્યોનું કહેવું એવું જ કે જ્યારે પણ કોઈ સમર્થકો ,શુભેચ્છકો જ્યારે શુભેચ્છા મુલાકાત લેવા આવે ત્યારે ફૂલહાર, બુકે, સાલ,નાળિયેર કે અન્ય કીમતી ચીજ વસ્તુઓની જગ્યાએ નોટબુક, પેન્સિલ કે વિદ્યાર્થીને ઉપયોગી ચીજ વસ્તુઓ આપશો તો અમને વધુ ગમશે જેથી એ ચીજ વસ્તુ જરૂરિયાત ભૂલકાઓને ઉપયોગી બની શકે ત્યારે આ બંને ધારાસભ્યો ની શુભેચ્છા મુલાકાત લેવા આવતા શુભેચ્છકો પણ વિધાર્થીઓને ઉપયોગી વસ્તુ આપી શુભેચ્છા પાઠવી રહ્યા છે .આ બે ધારાસભ્યો ની આ વૈચારિક ભાવનાને અત્યારે લોકો અભિનંદન પાઠવી રહ્યા છે એક છે ધારાસભ્ય પાલનપુરના અનિકેતભાઈ ઠાકર અને બીજા છે.ડીસા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી બંને ધારાસભ્ય ની વૈચારિક ભાવના અન્ય ધારાસભ્યો એ પણ કરવી જોઈએ..