અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ તમામ સાયરબર કાફેના માલિકોને નિયત નિયમો પાલન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આદેશ ફરમાવ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સાયબર કાફે ખાતે સી.સી.ટીવી કેમેરા લગાવવા તેમજ નિયત રજીસ્ટરો સુવાચ્ય અક્ષરે સંપૂર્ણ વિગતો સાથે નિભાવવાના રહેશે. સાયબર કાફેનો વપરાશ કરનારની સુવાચ્ય સહી તેમજ પુરુષના ડાબા હાથના અને સ્ત્રીના જમણા હાથના અંગૂઠાનું નિશાન ફરજીયાત લેવું. મુલાકાતી સેલ્ફ એટેસ્ટેટ ફોટો કોપી ઓળખપત્ર જમા કરાવવી.
સાયબર કાફેના માલિક, મેનેજર તેમજ તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સંપર્ક નંબર અને તાજેતરના ફોટોવાળી હકીકતો લેખિતમાં નિયત કરેલા પત્રકમાં સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને જણાવવાની રહેશે. અધિકૃત અધિકારી તપાસ કરવા આવે તો તપાસ કરવા દેવી.
આ જાહેરનામું તા. ૦૮/૧૨/૨૦૨૨ થી તા. ૦૫/૦૨/૨૦૨૩ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્યું છે.
ખાસ કરીને આ પ્રકારે સાયબર કાફે થકી યોગ્ય કાળજી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ક્યારેક કોઈ કાનૂની કાર્યવાહી થાય ત્યારે આ બાબત ખૂબ ક કામ આવે છે કેમ કે, પોલીસ ને ક્યારેક કોઈક જગ્યાએ ફ્રોડ થયું હોય ઓનલાઈન તો ખૂબ કામ આવી શકે છે.