તારાપુર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો

તારાપુર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસિજ ઈન્ડિયા લિમિટેડ માણસા ગાંધીનગર દ્વારા વિશેષ ભરતી અભિયાન આજરોજ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તારાપુર તાલુકા ભરમાંથી બેરોજગારોએ રોજગારી નોકરી માટે ભરતી થવાના ફોર્મ ભર્યા હતા આ બાદ એક મહિનાની ટ્રેનિંગ બાદ ટ્રેનિંગમા પસંદગી પામેલ લાભાર્થીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ ન્યુનતમ વેતનના આધારે સીધી ભરતી આપવામાં આવશે જેમાં કાયમી નોકરી, પ્રમોશન, પેન્સન યોજના, ગેજ્યુઈટી, મેડીકલ સુવિધા, ઈન્સ્યોરન્સ, સ્થાનાંતર ભથ્થાનો સીધો લાભ મળશે તેવું કમાન્ડેટ કાર્યાલય રિજનલ ટ્રેનિંગ સેન્ટરના હેડ દ્વારા જાણવા મળ્યું હતું