ડીસા તાલુકા સંઘની ચૂંટણીમાં ડિરેક્ટરો માટે 50 ફોર્મ ભરાયા હતા. જેમાં 40 ફોર્મ રદ થતાં 11 ડિરેક્ટરો માટે 10 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે એક ફોર્મમાં ઉમેદવારી પત્ર રદ થતાં એક બેઠક ખાલી રહી હતી.

ડીસા તાલુકામાં ખેડૂતોના હિત માટે બનેલી ધી તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 11 ડિરેક્ટરો માટે 50 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જોકે, બાદમાં તમામ ફોર્મની ચકાસણી ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં યોજાઇ હતી.

તે દરમિયાન ખાસ કરીને શેર ભંડોળ અને ટર્ન ઓવરની બાબતે પેટા કાયદા સાથે સુસંગત ન થતાં 40 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે માત્ર 10 ફોર્મ જ માન્ય રહ્યા હતા. આમ 11 ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં 10 ફોર્મ માન્ય રહેતા તમામ 10 ડિરેકટરો કે બિનહરીફ થઈ ગયા છે અને એક બેઠક ખાલી રહી છે.

ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટમાં ચાલે છે. જેમાં પેટા કાયદા બાબત, ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલી ફરિયાદમાં નામ ઉમેરવા સહિતની મેટર ચાલી રહી છે. જોકે, આ મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે ત્યારે કેટલાંક લોકો ન્યાયતંત્ર પર ભરોસો રાખીને બેઠેલા છે.

વિજેતા ઉમેદવારોના નામ

1. બાબરસિંહ પૃથ્વીરાજ વાઘેલા, ધાડા

2. વિપુલકુમાર દેવચંદભાઈ દવે,ઝેરડા

3. રમેશસિંહ હેમસિંહ વાઘેલા,રામસણ

4. રામસીભાઈ હીરાભાઈ પટેલ,રતનપુર

5. પ્રતિકકુમાર ત્રિભોવનભાઈ પઢીયાર,રાજપુર

6. અરવિંદભાઈ જીવાભાઈ લોઢા,વડાવળ

7. ઉકાજી ધર્માજી ઠાકોર, ભાચરવા

8. પચુણભાઈ સેંધાભાઈ પરમાર,સણથ

9. હંસાબેન દશરથભાઈ દેસાઈ,આગડોલ

10. શાંતાબેન ગલબાજી દેસાઈ