ધ્રાંગધ્રામાં "દાદા કી દુઆ ડે" ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી દિવસોમાં આયોજન
આ ટુર્નામેન્ટ "યા માસુમ પીર દરગાહ" ના લાભાર્થે રમાડવામાં આવશે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નવયુગ સીનેમા સામે આવેલ જીન ગ્રાઉન્ડમાં આગામી ૨૩-૨૪-૨૫ ડિસેમ્બરના રોજ આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ટુર્નામેન્ટ ધ્રાંગધ્રા તાલુકાના ક્રિકેટરો પુરતી જ મર્યાદિત છે અને તેમાં કુલ આઠ ટીમો ભાગ લઈ શકશે. ધ્રાંગધ્રા તાલુકાના ક્રિકેટરોએ ફોર્મ ભરી અને આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે જેમાં દરેક પ્લેયરની આઈપીએલ થીમ આધારિત હરાજી કરી અને આઠ ટીમો બનાવવામાં આવશે વિજેતા ટીમોને રોકડ રકમ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ રનરઅપ ટીમને રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે! અને "મેન ઓફ ધ મેચ", "મેન ઓફ ધ સીરીઝ" "બેસ્ટ બોલર" "બેસ્ટ બેસ્ટમેન" સહિતના ખેલાડીઓને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે આ ટુર્નામેન્ટ જીન ગ્રાઉન્ડ ખાતે આવેલ "યા માસુમ પીર" દરગાહના લાભાર્થે રમાડવામાં આવી રહી છે આ ટુર્નામેન્ટનું આયોજન લાખાભાઈ માણેક, પપ્પુભાઈ મોવર, જોન્ટીભાઈ, ધર્મેશ પરમાર, જે.કે.પરમાર, વેસલ સોલંકી, ભરત ગઢવી, નિલેશ વ્યાસ સહિતનાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ધ્રાંગધ્રાના નવયુગ સિનેમા સામે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તેમાં ધ્રાંગધ્રા તાલુકાના ક્રિકેટરો ભાગ લઈ શકશે!
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮