ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા 2022 નું આયોજન કરવા માં આવેલ 29 નારોજ પ્રેમાનંદ વિદ્યા મંદિર ના હોલ રાખવા માં આવ્યો હતો જેમની મુખ્ય થીમ માનવજાત ના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી તેમ જૂનાગઢ જિલ્લા ની 15 ટિમ ના 130 વિધાર્થીઓ ભાગ લીધો હતો જેમાં એ.પી.પટેલ માધ્યમિક શાળા,તપોવન સંકુલ પ્રથમ ક્રમે રહી હતી જેમાં કોરોના રશી ઉપરનું વિજ્ઞાન નાટક રજૂ કરવામાં આવ્યું હતું હવે તેઓ સ્ટેટ લેવલ માટે અમદાવાદ સાયન્સ સીટી માં યોજાનાર છે જે જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તથા તેઓ આગળ પણ સારો દેખાવ કરી જૂનાગઢ જિલ્લા નું નામ રોશન કરે તેવા પૂજ્ય મુક્તાનંદજીબાપુ તથા ગિજુભાઈ ભરાડ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી કો-ઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .