ચોટીલા તાલુકાના ડાકવડલા ગામે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી એક શખ્સને છરી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડયાની નાની મોલડી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડાકવડલા ગામે રહેતા ફરિયાદી ધુધાભાઈ મોતીભાઈ ગીગૈયા બાઈક લઈને ગામમાં આવેલા રામજી મંદિરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતો રવિભાઈ બાબભાઈ વિકમા પોતાના ઘર બહાર બેઠો હતો અને ફરિયાદીને અહીંથી નહીં નીકળવાનું જણાવી કાંઠલો પકડયો હતો. તે દરમિયાન દિલીપભાઈ બાબભાઈ વિકમા એન બાબભાઈ નાથાભાઈ વિકમા પણ આવી પહોંચતા ફરિયાદીને છરી વડે એક ઘા ઝીંક્યો હતો. તેમજ હાથ પર લાકડાનો ધોકો માર્યો હતો અને વધુ માર મારી અપશબ્દો બોલી નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તને સારવાર અર્થે કુવાડવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે રવિભાઈ વિકમા, દિલીપભાઈ વિકમા અને બાબભાઈ વિકમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ગામમાં રહેતા બાબુભાઈ ટપુભાઈ ગીડાને બાબભાઈ નાથાભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બાબુભાઈ ફરિયાદી સાથે બેઠા હતા તે બાબતનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશમાં આપસી ભાઈચારા અને અખંડતાની પરંપરા કાયમ બની
દેશમાં આપસી ભાઈચારા અને અખંડતાની પરંપરા કાયમ બની
Hardoi में Government School में बच्चों को पढ़ा रहा है AI, सुनिए बच्चों ने क्या-क्या कहा? | Aaj Tak
Hardoi में Government School में बच्चों को पढ़ा रहा है AI, सुनिए बच्चों ने क्या-क्या कहा? | Aaj Tak
ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ ની ગૌરવભેર ઉજવણી કરતા સુરક્ષા જવાનો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.૧૩ થી...
Kejriwal Deceiving Delhi Voters, Engaging in Criminal Violations of Election Code: Chugh
BJP National General Secretary Tarun Chugh strongly condemned AAP leaders, led by Arvind...