એમનાજ સબંધી એક મહિલા સહીત, ત્રણ શખ્સોએ જમીનમાં ભાગ પાડવાના મુદે ઢીકા પાટુ નો મારમારી , ગાળો આપી મારી નાખવાની ધમકી આપી. ઇજા પહોંચાડી હતી. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામા રહેતા દયાબેન કલ્યાણભાઇ બારડ ( ઉ.વ .૩૫ ) નામના મહિલાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ. કે દિલીપ કનુભાઇ બારડ , ભાવેશ જાદવભાઇ પરમાર અને રેખાબેન દિલીપભાઇ તેમના સંબંધીઓ થતા હોય અને ત્રણ વિઘા જમીન સંયુકત હોય જમીનનો ભાગ આપવા મુદે બાલાચાલી કરી હતી . આ શખ્સોએ દયાબેનને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો . તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી . બનાવ અંગે એ.એસ.આઇ ડી.એન.જોષી આગળની તપાસ ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.