ડીસા વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક 41 હજાર મતથી જીત

 ભાજપના પ્રવીણ માળીએ કોંગ્રેસના સંજય રબારી ને કારમી હાર આપી

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સર્વત્ર કેસરિયો લહેરાયો છે ત્યારે ડીસા વિધાનસભામાં પણ ભાજપે 41,403 ની ઐતિહાસિક લીડ થી વિજય મેળવ્યો છે. ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીની જંગી બહુમતીથી વિજેતા થતા તેમનું ભવ્યતિ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું.

ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય રબારી ને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ડો રમેશ પટેલ તો અપક્ષ માંથી સૌથી મોટો મતદાર સમાજ ધરાવતા લેબજી ઠાકોરે ઉમેદવારી કરી હતી. આમ ડીસા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ પોતાની ટિકિટ મળી તે દિવસે જ 51 અજાર મતોની જંગી લીડ થી જીતીશું તેવો દાવો કર્યો હતો. જેમાં પ્રવીણ માળીનો આ દાવો મહદંશે સાચો ઠર્યો હતો. ડીસામાં ભાજપને 96,372 જ્યારે કોંગ્રેસને 54,969 મત મળ્યા હતા.આમ ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીની 41,403 મતોથી ની સરસાઈથી જંગી જીત થઈ હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરે પણ 44 હજાર મત મેળવી રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો.

ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો જંગી બહુમતીથી વિજય થતા તેઓ મતગણતરી સ્થળ પાલનપુર થી ડીસા આવતા ઠેર ઠેર તેઓનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે ડીસામાં તેઓનું ભવ્ય વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. ભાજપ કાર્યકરોએ ઠેર ઠેર તેઓનું અભિવાદન કરી "ભારત માતાકી જય" અને "પ્રવીણભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે" ના નારાથી વાતાવરણ ગુંજવી દીધું હતું. જ્યારે ઉત્સાહી કાર્યકરોએ જેસીબીના પાવડા ઉપર ચઢી પ્રવીણભાઈ નું અભિવાદન કર્યું હતું.

 પોતાની જીત બાદ પ્રવીણ માળીએ સમગ્ર ડીસા વિધાનસભાની જનતાને પોતાને જંગી બહુમતીથી જીતાડવા બદલ આભાર માની આ વિસ્તારમાં ભાજપના વિકાસ કાર્યો ને સદંતર પ્રગતિ ની દિશા માં લઈ જઈ ડીસાને પાણીદાર બનાવી તેમજ બટાકા ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા