છોટા ઉદેપુર વિધાનસભા સીટ કોંગ્રેસ નું ગઢ ગણાતી સીટ હતી અહીં વર્ષોથી મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા આ વખતની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા એ ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું હતું ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને પરિવાર સાથે ભાજપમાં જોડાયા હતા. મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાતા સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો અને ભાજપે છોટાઉદેપુર સીટ પરથી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ને ટિકિટ આપી હતી ત્યારે આજે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા નો 29328 ની જંગી લીડ સાથે વિજય થયો હતો. અંતે બહુ ચર્ચિત છોટાઉદેપુર -137 વિધાનસભામા રાજેન્દ્રસિંહ મોહનસિહ રાઠવા ની જીત થી કૉંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યા નો વારો આવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं