૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ ઝાલોદ ના નવયુવાન યુવકે કારસેવા દરમ્યાન શહીદી વહોરી હતી .જ્યારે તેની અંતિમ યાત્રા ઝાલોદ નગરમાં કાઢવામાં આવેલ હતી ત્યારે ઝાલોદ નગરની દરેક આંખો રડતી હતી અને શહીદ રાજેશ અમર રહોના નારા સાથે તેને વધાવી લીધેલ હતી. રાજેશ સોનીની અંતિમ યાત્રામાં કેટલાય નેતાઓ તેમજ રાષ્ટ્ર પ્રેમી લોકો જય શ્રી રામનાં નારા સાથે હજારોની સંખ્યામાં જોડાયા હતા. તે આજે ભલે દુનિયામાં નથી પણ રાજેશ સોની દ્વારા કરેલ રામ ની સેવા પ્રત્યે આજે પણ લોકોને માન છે.
દાહોદના ચંદ્રશેખર આઝાદ ચોક પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઝાલોદ નગરના રાજેશચોકમાં નગરના વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ,બજરંગ દળ તેમજ હિન્દુ પ્રેમી લોકો દ્વારા રાજેશ સોનીનાં બલિદાન આપેલ દિવસને દિપ પ્રગટાવી શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ આજરોજ 06-12-2022 ના રોજ સાંજે ૭ વાગ્યે રાખવામાં આવ્યો હતો તેમાં નગરના લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા હતા.શ્રી રામનું નામ લખી રામ નામ થી અને સાથિયો દોરી દીવડા સજાવી પ્રગટાવવામાં આવ્યા હતા. શહીદ રાજેશ સોની ચોક ખાતે રામધૂનની રમઝટ તેમજ કેસરીયા ઝંડાની સાથે લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા. શહીદ રાજેશ ચોકને હિન્દુ પ્રેમી લોકોએ જય શ્રી રામ અને શહીદ રાજેશ સોની અમર રહોના નારા સાથે ગજવી દીધું હતું. તેમજ ફટાકડા ની ગુંજ થી આખું શહીદ રાજેશ ચોક ગુંજી ઉઠયું હતું.