મતદારોએ મતદાન વખતે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કરાયેલા ૧૨ પૂરાવા પૈકીનો કોઇ એક અસલ પુરાવો સાથે રાખવાનો રહેશે – જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

મતદારો મોબાઇલ લઇને મતદાન કેન્દ્રમાં પ્રવેશી શકશે નહી

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469--દાહોદ

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ આજે પત્રકાર પરિષદમાં જિલ્લાના મતદારો મતદાનના દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખે એમ કહી જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મત આપવા માટે ૧૨ પ્રકારના પુરાવા માન્ય રાખ્યા છે. જેમાં મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, મનરેગા જોબકાર્ડ, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટ ઓફિસની પાસબુક, શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાયવીંગ લાઇસન્સ, પાસપોર્ટ, કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્ર, પ્રાઇવેટ કંપનીના ફોટોગ્રાફ સાથેના ઓળખકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રાજીસ્ટર હેઠળના સ્માર્ટકાર્ડ, પેન્શન દસ્તાવેજ, સંસદ સભ્ય, ધારાસભ્યના અધિકૃત ઓળખપત્ર. મતદારો આ તમામ પુરાવાઓનો ઉપયોગ કરી શકશે. 

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ મતદારો મોબાઇલ લઇને મતદાન કેન્દ્રમાં પ્રવેશી શકશે નહી એ બાબતનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. 

મતદારોએ મતદાન વખતે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કરાયેલા ૧૨ પૂરાવા પૈકીનો કોઇ એક અસલ પુરાવો સાથે રાખવાનો રહેશે. મતદાન કરવા માટે માત્ર મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) પૂરતું નથી. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. એટલું જ નહિં, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માત્ર વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહિં.