ગુજરાત વિધાનસભાના લોકશાહીના પર્વમાં લોકો વધુમાં વધુ જોડાય તે માટે આજે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી હતી. સુરતની 300 થી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ દ્વારા રેલી સ્વરૂપે મતદાન જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય શિક્ષકો પણ જોડાયા હતા. હાથમાં મતદાન જાગૃતિના પ્લે કાર્ડ બેનર અને પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ લોકોની વચ્ચેથી પસાર થયા હતા. ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના લોકશાહીના પર્વ માં લોકો વધુમાં વધુ ભાગ લે અને મતદાન કરે તે માટે જાગૃતિના જુદી જુદી રીતે અનેક પ્રકારના પ્રયાસો કરાતા હોય છે. સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, શાળા કોલેજો અને ખાનગી કંપનીઓ દ્વારા પોતાની રીતે મતદાન ની જાગૃતતા લોકોમાં આવે તે માટે જુદા જુદા પ્રકારના પ્રયાસો કરે છે સાથે સાથે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેના જાગૃતિના પ્રયાસ સતત કરવામાં આવતા હોય છે. તેવામાં આજે સુરતના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિનો સંદેશ આપતા હોય તેવો કાર્યક્રમ યોજાયો હતો. શહેરની લગભગ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના હજારો વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિની રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં આ વખતે અનેક નવા મતદાતાઓ નો વધારો થયો છે. આ ઉપરાંત મતદાનના લોકશાહીના પર્વમાં અનેક લોકો ઉદાસીનતા વલણ ધરાવતા હોય છે ત્યારે લોકો તેનું મહત્વ સમજે અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય તે માટે આજે સુરતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી હતી. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ ટી એન્ડ ટીવી શાળા ખાતે સુરતની લગભગ તમામ 300 શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીના પર્વમાં લોકો વધુમાં વધુ જોડાઈ અને મતદાન અધિકારનો લાભ લે તે માટે મતદાન જાગૃતિ અપીલ સાથેની રેલી કાઢી હતી. સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલ ટી એન્ડ ટીવી શાળા ખાતેથી શેરની 300 શાળાના હજારો વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિની અપીલ સાથેની વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકોને આચાર્યો પણ જોડાયા હતા. મતદાન જાગૃતિના જુદા જુદા પ્રકારના બેનરો, પોસ્ટરો અને પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીઓ રેલી મારફતે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દિપક દરજી દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિની રેલીની અભૂતપૂર્વ સફળતા મળતા શહેરમાં પણ વિદ્યાર્થીઓ ફકી મતદાન જાગૃતિ ની અપીલ કરવાનો કાર્યક્રમ કર્યો છે. શહેરના ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળામાં આ અંગેની જાણકારી આપીને વિદ્યાર્થીઓને સ્વેચ્છિક જે મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા હોય તેઓને અહીં બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ જ્યારે આવો કોઈ સંદેશો લઈને લોકો સુધી પહોંચે છે તો તેની ખૂબ જ સારી અસર અને હકારાત્મક સંદેશ લોકોમાં પહોંચે છે. જેને લઇ આ પ્રકારનો કાર્યક્રમ સુરતના ટીએન ટીવી શાળા ખાતેથી રેલી સ્વરૂપે યોજ્યો હતો.