કાલોલ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આજ રોજ કાલોલ મામલતદાર વાય જે પુવાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ જેમાં મુખ્યત્વે છેલ્લા ત્રણ ચાર મહિના થી દુકાનદારોને કમિશન આપવામાં આવ્યું નથી કમિશન અપૂરતું અને અનિયમીત મળે છે. દુકાનદાર દ્વારા ચલન થી પૂરા પૈસા ભરવા છતાં પણ જથ્થો મળ્યો નથી તેવા વેપારીઓને રિફંડ મળ્યુ નથી. જીપીએસ દ્વારા જથ્થો મોકલાય છે ત્યારે બે ત્રણ દિવસ બાદ ઓનલાઈન કરવામાં આવે છે. દુકાનદારોને ઓગસ્ટ માસનુ ચલન ભરવા જણાવવામા આવે છે પણ કમિશન મળ્યું ન હોય દુકાનદારોને વ્યાજે નાણાં લેવાની ફરજ પડે તેમ છે. જેથી કમિશન ના આવે ત્યાં સુધી અને અન્ય માંગણીઓ સ્વીકારાય નહી ત્યાં સુધી તેમજ સંગઠન માંથી સૂચના આવે નહી ત્યાં સુધી ઓગસ્ટ માસનુ ચલન ભરવામાં આવે નહીં સ્પષ્ટ વાત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે.