ક્રાઇમ બ્રાન્ચના પોલીસ
ઇન્સ્પેકટર શ્રી એમ.એસ.ત્રિવેદીની, ટીમના પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ દ્વારા પ્રોહિબીશનની
પ્રવૃતિ કરતાં આરોપી રાજુ સુરેશકુમાર આઇદાસાણી ઉવ.૩૬ રહે.એ/૧૫ રાધેકિશન બંગ્લો,
સુદામા હાઉસની બાજુમાં રાધે રેસીડન્સી પાસે નંદીગ્રામ નાના ચિલોડા તા.જી ગાંધીનગરને રહેણાંક
મકાન ખાતેથી ઝડપી લીધેલ છે.
આરોપીના રહેણાંક મકાન તેમજ ડસ્ટર કારમાંથી (૧) અલગ અલગ કંપનીની ઇંગ્લીશ
દારૂની ૭૫૦ મી.લી ની કુલ બોટલ નંગ - ૫૦૦ કિ.રૂ.૨,૫૦,૮૦૦/- (૨) ઇંગ્લીશ દારૂની ૧૮૦
મી.લી ની કુલ બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/- (૩) બિયર ટીન નંગ - ૩૦કિ.રૂ.૩૦૦૦/-
(૪) ડસ્ટર કાર નંબર જીજે-૨૭-એએ-૫૭૪૭ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- (૫) મોબાઇલ
કિ.રૂ.૧૦,૦૦૦/- (૬) રોકડ રૂપિયા ૫૦૦/- મળી કુલ્લે રૂપિયા ૬,૮૮,૩૦૦/- નો મુદ્દામાલ
મળી આવતાં,આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધમાં ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે ગુનો
દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામે મળી આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા બાબતે પકડાયેલ આરોપી તથા તેના
મળતીયા માણસો ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો વેપાર કરતા હોવાનું અને પકડાયેલ જથ્થો તેનો
ઓળખીતો માણસ લાવી આપી જતો હોવાની કબૂલાત કરેલ.
ગુનાહિત ઇતિહાસ :
આરોપી રાજુ સુરેશકુમાર આઇદાસાણી નાનો અગાઉ નરોડા, સરદારનગર પોલીસ
સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ તેની વિરૂધ્ધમાં બે વાર પાસા હેઠળ
કાર્યવાહી કરવામાં આવેલ છે.