ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય ,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે
લાઠી પોલીસ સ્ટેશન પ્રોહી . ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮ / ૨૦૨૨ પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) , ૮૧
મુજબના કામના આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય ,
મજકુર આરોપીને ગઇ કાલ તા .૨૮ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ લાઠી ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આપેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ
વિરાજ ઉર્ફે માધો . પ્રવિણચંદ્ર રાણા , ઉ.વ .૩૦ , રહે.નારાયણનગર , આંબરડીપરા , દામનગર , તા.લાઠી , જિ.અમરેલી .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા , પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી , નિકુલસિંહ રાઠોડ , ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.