ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટીંગના ગુનાના કામના આરોપીને પાસામાં ધકેલતિ L.C.B નર્મદા

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ એ હાલમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 યોજાનાર હોય જે દરમિયાન જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓ આંચરતા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવા માટે આપેલી સૂચના અનુસાર પોલીસ જે બી ખાભલા પોલીસ ઇન્સ્પેક્ટર L.C.B નાઓ એ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના જરગામ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ જેઠાભાઇ વસાવા વિરુદ્ધ રાયોટીંગ નો ગુનો દાખલ હોય જે અનુસંધાને જે બી ખાભલા પોલીસ ઇન્સ્પેક્ટર L.C.B નાઓ એ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા નાઓને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ના ઓએ આરપી દેવેન્દ્રભાઈ જેઠાભાઈ વસાવા નાઓની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ ખાતે રાખવા માટે હુકમ કરેલ હોય જે હુકમ અનુસંધાને નર્મદા L.C.B પોલીસ સ્ટાફના માણસોએ આરોપી દેવેન્દ્રભાઈ જેઠાભાઈ વસાવાને ઉમરપાડા જિલ્લો સુરત ખાતેથી ડિટેન કરી ભાવનગર જેલ ખાતે સુપ્રત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે