પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે ગાળો બોલવાનું ના કહેતા ગુસ્સામાં આવી જઈ આરોપીએ પતિ, પત્ની અને કુટુંબી ભાઈ ને લાકડી વડે માર મારતા કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે રહેતા મંગળિયાભાઈ રોડધનભાઈ પોતાની પત્ની સાથે મજૂરી કામે જઈ સાંજના ૬ વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા હોય ત્યારે તેઓના પડોશમાં રહેતા બનસીંગભાઇ રાવજીભાઈ રાઠવાનાઓએ તેઓની પત્ની સાથે ઝઘડો કર્યો હતા. બનસીંગભાઇના ત્રાસથી કંટાળી પત્ની ઘરેથી જતી રહી હતી ત્યારે બનસીંગભાઇનાઓ બહાર આવીને ગમે તેવી ગાળો બોલવા લાગેલા આ સમયે મંગળિયાભાઈએ ગાળો નહીં બોલવા જણાવતા બનસીંગભાઇ ગુસ્સામાં આવી જય મંગળિયાભાઈના કુટુંબી ભાઈ એવા બિંદુભાઈ નંદુભાઈ નાયકાનાઓને બંસીંગભાઇએ તેઓના હાથમાંની લાકડી જમણા ખભા ઉપર મારી દીધી હતી. મંગળિયાભાઈ તેમજ તેઓની પત્ની ગંદુભાઈ ને વધુ મારમાંથી બચાવવા જતા બનસીંગભાઇએ મંગળિયાભાઈની પત્ની ના ડાબા હાથ ઉપર લાકડી મારી દીધી હતી અને મંગળિયાભાઈને માથામાં જમણી બાજુએ લાકડી મારી દઈ ગમે તેવી ગાળો બોલી ફરીથી કંઈ કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ૧૦૮ માં પાનવડ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને પાવીજેતપુર સરકારી દવાખાનામાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં મંગળિયાભાઈની પત્ની નીકલીબેનના હાથમાં ફેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
આમ, પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે ગાળો નહીં બોલવા જણાવતા આરોપી ઉશ્કેરાઈ જય લાકડી વડે હુમલો કરતા કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.