આગામી લોકસભા ચુંટણી-2024 સંદર્ભે ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યના નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા ખાસ ઝુંબેસનુ આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના તથા ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યો માથી ગુન્હો કરી નાસતા ફરતા હોય અને સુરેન્દ્રનગર જીલ્લામાં વસવાટ કરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા અંગે ખાસ સુચના કરેલ હોય જે સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન જે.ડી. પુરોહીત નાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા નાઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે હિમાચલ પ્રદેશ રાજ્યના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નટુભાઇ ટપુભાઇ દેવીપુજક રહે-રાજસીતાપુર વાળો હાલ રાજસીતાપુર સીમ વિસ્તારમાં આવેલ છે જે હકિકત આધારે આરોપીની તપાસ કરતા આરોપી મળી આવતા પુછપરછ અર્થે પોલીસ સ્ટેશને લાવી આરોપીની સઘન પુછપરછ કરતા અને હિમાચલ પ્રદેસ ખાતે તપાસ કરાવતા મજકુર આરોપી નટવરલાલ ટટુરામ ઉર્ફે નટુભાઇ s/oટપુભાઇ ગોકળભાઇ ચોરસીયા જાતે-દેવીપુજક રહે-રાજસીતાપુર તા-ધ્રાંગધ્રા જી- સુરેન્દ્રનગર રાજ્ય ગુજરાત વાળો હિમાચલ પ્રદેશ રાજ્યના મંડી જીલ્લાના કારસોગ પોલીસ સ્ટેશનના ગુન્હેં રજીસ્ટર મુજબના કામે છેલ્લા 25 (પચ્ચીસ વર્ષથી) નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ જેથી મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.41.(1).આઇ મુજબ ધોરણસર અટક કરી સ્ટેટ કંટ્રોલ રૂમ ગુજરાત રાજ્ય મારફત હિમાચલ પ્રદેસ સ્ટેટ કંટ્રોલ રૂમ ને જાણ કરવામાં આવેલ છે