વિસનગર તાલુકાના ઉદલપુર ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પૂર ઝડપે જઈ રહેલ ટાટા વિસ્ટા ગાડીના ચાલકે આગળ જઈ રહેલ એકટીવા અને રીક્ષાને ટક્કર મારતા બન્ને વાહનો સાઇડના ખેતરોમાં ઉતરી ગયા હતા. જેમાં એકટીવા તેમજ રીક્ષામાં બેઠેલ ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા ઉદલપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે એકની હાલત વધુ ગંભીર હોવાથી મહેસાણા સિવિલમાં રિફર કરાયો છે. આ બનાવ અંગે પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

જોટાણા તાલુકાના છાલેસરા ગામના પટેલ અમિતભાઇ શૈલેષભાઈ તેમનું એક્ટીવા નં.જીજે.02.સી.આર.7110 લઇ કૌટુંબિક ભાઇ નિકુલભાઇ રાજેશભાઇ તથા પટેલ પિયુષભાઈ રાજેશભાઇ વિસનગર તાલુકાના કડા ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વિસનગર તાલુકાના ઉદલપુર ગામ નજીક પુર ઝડપે આવી રહેલ ટાટા વિસ્ટા ગાડી નંબર જી.જે.18.એ.એમ.9335ના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલી રીક્ષા નં. જી.જે.02.વાય.વાય.6981ને ટક્કર મારતા ખેતરમાં ઉતરી ગઈ હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો ઉમટી પડ્યા હતા.

આ બનાવમાં એકટીવા ઉપર બેઠેલ અમિતભાઈ, નિકુલભાઇ તથા પિયુષભાઈ તેમજ વડોસણ ગામના રીક્ષાચાલક ઠાકોર રાકેશજી રમણજીની ઈજા પહોચતાં તાત્કાલિક સારવાર અર્થે ઉદલપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પટેલ પિયુષભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા. આમ અકસ્માત કરી ફરાર થનાર ચાલક સામે અમિતભાઈએ આ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.