દિયોદરના કોતરવાડા ગામે ચામુંડા માતાજીની ચોથી વર્ષગાંઠ ઉજવાઈ..
દિયોદર તાલુકાના કોતરવાડા ગામે તારીખ ૩૦/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ શ્રી ચામુંડા માતાજીની ચોથી વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ગામ ફરતે શોભાયાત્રા નિકાળવામા આવી હતી.ત્યારબાદ હવન યોજવામાં આવ્યો હતો આ હવનમાં અનુપજી ચૌહાણ અને તેમની ધર્મ પત્ની તળશીબેન ચૌહાણ, મુકેશજી ચૌહાણ અને તેમની ધર્મ પત્ની ભારતીબેન ચૌહાણે હવનમાં બેસવાનો લાભ લીધો હતો. આ હવનમા મંત્રોચ્ચાર શાસ્ત્રી વિષ્ણુભાઈ (ચિભડા વાળા) દ્વારા કરવામાં આવ્યા હતા ત્યાર પછી સૌ ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો અને ચોથી વર્ષ ગાંઠની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી...