ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પ્રચારના પડઘમ ચારે તરફ જોર શોરથી વાગી રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહેતા વિધાનસભાની ચૂંટણીની ફરજોમાં જોતરાયેલા પોલીસ અને હોમગાર્ડ સહિતના વિવિધ મહિલા પુરુષ કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં 128 હાલોલ વિધાનસભા બેઠક પર હાલોલ તાલુકાના પોલીસ અને હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓ માટેનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શનિવારના રોજ હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં હાલોલ તાલુકાના પોલીસ અને હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓ ભારે ઉત્સાહપૂર્વક વહેલી સવારથી શિસ્તબદ્ધ રીતે લાઈનોમાં ગોઠવાઈ મતદાન કરતા નજરે પડ્યા હતા જેમાં પોલીસ તેમજ હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓના અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીમાં કુલ 659 પોલીસ અને હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓ પૈકી 632 મહિલા પુરુષ કર્મચારીઓએ મતદાન કરતા કુલ 96 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળવા પામી છે