હાલોલ જીઆઇડીસી માં આવેલી પ્રસિદ્ધ જાપાનીઝ કંપની ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વર્ષોથી કામ કરતા 600 જેટલા કામદારો ગત તારીખ 1-02-2024 ના રોજથી પોતાના હકની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે જેમાં કંપનીની બહાર ગેટ પાસે કંપનીના કમ્પાઉન્ડ વોલને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં સતત 25 દિવસથી 600 જેટલા કામદારો ધરણા પ્રદર્શન કરી હડતાળ ચલાવી રહ્યા છે જેમાં આજે રવિવારે હડતાળના 25માં દિવસે પણ આ કામદારોની માંગણીઓને લઈને જાપાનીઝ ટોટો કંપનીના સ્થાનિક મેનેજમેન્ટ સહિત ગ્લોબલ મેનેજમેન્ટનું વલણ બદલાયું નથી અને તેઓ દ્વારા કામદારોની અન્ય માંગણીઓ તો ઠીક પણ એક મુખ્ય માંગણી કે જેમાં 15 જેટલા કામદારોને કંપની દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓને પરત લેવામાં આવે તો હડતાળ પરના તમામ કામદારો પુનઃ કામ કરવા માટે તૈયાર છે તે માંગણીને પણ આજે હડતાળના 25માં દિવસે પણ કંપનીનું મેનેજમેન્ટ સ્વીકારવા તૈયાર નથી જેને લઈને સતત 24 રાત અને 25 દિવસથી કંપનીમાં કામ કર્યા વિના કંપનીની બહાર કામદારો ધરણા પ્રદર્શન પર બેસી હડતાળ લંબાવી રહ્યા છે જેમાં એક માસ જેટલા સમયથી 600 જેટલા કામદારોની હડતાળ કંપની વિરુદ્ધ ચાલુ છે જેને લઇ આ ચાલુ માસનો પગાર તેઓને નહી મળે તો તેને લઈને પણ કામદારોમાં ચિંતા પ્રસરી છે અને જેને લઈને દિન પ્રતિદિન કામદારોની હાલત દયનીય થતી હોવાનું જાણવા મળે છે જેમાં એક માસ જેટલો પગાર જો કામદારોને મળે નહીં તો તેઓની આર્થિક હાલત કથળતી જશે એવું કામદારો પાસેથી જાણવા મળી રહ્યું છે જેમાં મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારમાંથી આવતા આ કામદારોના પરિવારો પણ તેઓના પગાર પર નિર્ભર હોવાના કારણે છેલ્લા એક માસ જેટલા સમયથી ચાલતી હડતાળને કારણે જો પગાર તેઓના ઘરોમાં નહીં પહોંચે તો તેઓના ઘરના લોકોને પણ ખાવાના પણ ફાફા પડશે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે જેને કારણે કામદારોમાં ભારે ચિંતા પ્રસરી છે જેમાં હડતાળ પર બેઠેલા કામદારો પૈકી કેટલાક કામદારો હાલમાં માનસિક આર્થિક અને શારીરિક રીતે પણ તૂટી રહ્યા હોવાની માહિતી મળવા પામી રહી છે ત્યારે કામદારો પ્રત્યે કુણું વલણ અપનાવી ટોટો કંપનીનું મેનેજમેન્ટ કોઈ વચગાળાનો રસ્તો કાઢી આ હડતાળને બંધ કરાવી કામદારોને તાત્કાલિક કામ પર લે તેવી કામદાર નેતાઓએ માંગણી કરી છે જ્યારે કામદાર યુનિયનો,સ્થાનિક અગ્રણીઓ નેતાઓ,સામાજિક સંગઠનો પણ હવે આગળ આવી કામદારોની કથળતી જતી પરિસ્થિતિને થાળે પાડવા માટે વચગાળાનો રસ્તો કાઢી મધ્યસ્થી બને તે હવે અંત્યંત જરૂરી બની ગયું હોવાનું જાણવા મળેલ છે.