ગુજરાતી ફિચર ફિલ્મોમાં કાર્યરત સાયલાના વતનીના કામને જોતા ઓસ્ટ્રેલિયામાં રહેતા મુળ ભારતીય યુવાનોની ફિલ્મ પ્રોડક્શન કંપની રીતેશ મોકાસણાને ત્યાં હીન્દી ફિલ્મના નિર્માતા,દિગ્દર્શક તરીકે નિમંત્રણ મળતા પંથકનું ગૌરવ વધાર્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ભાડુકા ગામના મુળ વતની અને પ્રજાપતિ સમાજના રીતેશ મોકાસણા શાળા કાળથી લઘુ નવલકથાઓ, કાવ્યો લખવા સાથે જાતે નાટકો લખી તેમાં અભિનય કરતા હતા. સમયાંતરે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરતા પણ લેખનનો શોખ જાળવી રાખ્યો હતો. અને વિદશમાં નોકરી કરતા પોતાની વ્યસ્તતા વચ્ચે બ્લોગ પર તેઓ પોતાની લેખન સામગ્રી મુકતા સેંકડો ફોલોઅર્સ પણ મળ્યા છે. વર્ષ 2015માં તેમની લેખન પ્રવૃતિને વાંચતા રાજકોટના એક અજાણ્યા વ્યક્તિએ સંપર્ક કરી ઓછા બજેટની ગુજરાતી ફિલ્મ બનાવવા કહેતા તેમનો ફિલ્મ જગતમાં અનાયાસે વિધિવત પ્રવેશ થયો હતો. સ્વભાવે સાવ સાલસ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવતા રીતેશભાઇએ પ્રથમ બે ફિલ્મમાં કથા,નિર્માતા તરીકે કામ કર્યું હતુ.રીતેશ મોકાસણા દ્વારા વર્ષ 2015માં ઓછા બજેટની 'ઓલ્વેયઝ સાથે રહીશું'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ બોસ હવે તો ધમાલ, ચાહત, હાથતાળી, કન્યા પધરાવો સાવધાન જેવી ફિલ્મોમાં કામ કરાયું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं