ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને અપાયેલા ચૂંટણી ફંડનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ચૂંટણી ફંડમાં 10થી 15 ટકા રકમ ઓછી નીકળી હોવાનો આરોપ છે. સુરત કોંગ્રેસના ચાર ઉમેદવારે ફરિયાદ કરી હતી. જેમા ચૂંટણી ફંડના વાઉચરમાં સહી કરાવી, પરંતુ રકમ ઓછી આપી હોવાની ફરિયાદ સામે આવી છેસુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ પણ જણાવ્યુ છે કે ચૂંટણી ફંડ અંગેની ફરિયાદ મળી હોવાનું જણાવ્યુ છે. ફરિયાદ મુદ્દે હાઈકમાન્ડને પણ જાણ કરી છે.

પાર્ટી ફંડ ઓછુ આવવા અંગે હાઈકમાન્ડની કરી છે જાણ- હસમુખ દેસાઈ, સુરત કોંગ્રેસ પ્રમુખ

વધુમાં સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યુ કે પાર્ટી ફંડ બેંક ખાતામાં આવતુ હોય. એટલે કટકી કે ભ્રષ્ટાચારની કોઈ વાત ન હોય. પરંતુ એ કે ઉમેદવારે ધ્યાન દોર્યુ કે ચૂંટણી ફંડના પૈસા ઓછા નીકળ્યા છે. એટલે આ અંગે ધ્યાન દોરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે બેંકમાં લેવા ગયા હોય ત્યારે એકાદ બે નોટ આમ તેમ નીકળે છે તો બેંકના અધિકારીઓ પણ ફરી ગણી દે છે અને કરી દે છે એટલે એ કોઈ મુદ્દો નથી. જો કે આ અંગે હાઈકમાન્ડને જાણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્ચુ.