સુલીયાત રોડ ઉપર આવેલ કબુતરી નદીના પુલ પર ડિઝાઈડર સાથે ધડાકાભેર બાઈક અથડાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત,જ્યારે બાઈક નદીમાં ખાબકતા બાઈકને પણ નુકશાન.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરવા હડફ તાલુકાના વાડોદર ગામના રાઠોડ ફળીયામાં રહેતો ૨૦ વર્ષીય ચિરાગ ઉર્ફે જીગો રઘુનાથ રાઠોડ જે મોરવા હડફ ખાતે છેલ્લા અઢી વર્ષથી સેટીન ફિનસર્વ ફાઈનાન્સમાં નોકરી કરતો કરતો હોય જેને લઈને ગત તા.૩૧ ડિસેમ્બરની સવારે ચિરાગ પોતાના ઘરેથી તેના મિત્રની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે ૧૭ સીએફ ૮૩૭૦ લઈને મોરવા હડફ જવા નીકળ્યો હતો,ત્યારબાદ તે સાંજના સમયે પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમય દરમિયાન ચિરાગ તેના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી મોરવા હડફ - સુલીયાત રોડ ઉપર આવેલ કબુતરી નદીના પુલ પરના ટ્રાફીક સિગ્નલના બોર્ડ સાથે બાઈક ધડાકાભેર અથડાતા ચિરાગને માથાના ભાગે તેમજ હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,જોકે આ અકસ્માતમાં બાઈક ધડાકાભેર અથડાવાને કારણે મૃતક ચિરાગ જે બાઈક ઉપર સવાર હતો તે બાઈક કબૂતરી નદીમાં ખાબકી જતા બાઈકને નુક્શાન પહોંચ્યું હતું,જ્યારે ટ્રાફિક સિગ્નલનું બોર્ડ પણ તૂટી ગયું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,બીજી તરફ ઘટનાની જાણ મોરવા હડફ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ જરૂરી કાગળો કરી મૃતક ચિરાગના મૃતદેહને મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.