વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ખેરાલુ, ડીસા, ધાનેરા અને બાયડ બેઠક પર ભાજપે ટિકિટ નહીં આપતાં નારાજ થઇ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા આગેવાનોને મંગળવારે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇ રામસિંહ શંકરજી ઠાકોરે ટિકિટ નહીં મળતાં બળવો કરી ખેરાલુ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. તો બનાસકાંઠા જિલ્લામાં ડીસા બેઠક પર બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર લેંબજી ઠાકોર અને ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર માવજી દેસાઈને તેમજ બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ધવલસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.

ધવલસિંહ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. આ ચૂંટણીમાં પક્ષે અન્ય ઉમેદવારને ટિકિટ આપતાં અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, આ પહેલાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.આ ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ આગેવાનોએ ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં પ્રદેશ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા રાજ્યના 12 બળવાખોરોની મંગળવારે પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી.