આરોપી લગ્નની લાલચ આપી ભગાડી ગયો..

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

ડીસા ના ભીલડી ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરપ્રાંતીય શખ્સ રાજકોટથી ઝડપાયો..

પોલીસે વધુ તપાસ હાથધરી..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

ડીસાના ભીલડી ગામેથી 12 દિવસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સગીરા સાથે પરપ્રાંતીય આરોપીને રાજકોટથી પકડી પાડી જેલમા ધકેલાયો છે. જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના ભીલડી ગામેથી ગત 21 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સુમારે રાજસ્થાનના સાંચોર તાલુકાના ભુવાણા ગામનો કિરણ ઠાકોર નામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પિતાએ કિરણ સામે લગ્નની લાલચ આપી તેમની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

ભીલડી PSI આર.એમ. ચાવડાની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી રાજકોટથી ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી. તેમજ આરોપી કિરણ ઠાકોરને ગણતરીના દિવસોમાં પકડી પાડી જિલ્લા સળિયા પાસે ધકેલ્યો છે. જ્યારે ભીલડી પોલીસે ભોગ બનનાર સગીરાને તેના પરિવારજનોને સોંપી વધુ કાર્યવાહી હાથધરી છે.