*ખાડી દેશ સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને આપી મોટી છૂટ

*-વીઝા માટે નહીં આપવું પડે પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ

*-અત્યાર સુધી પોલીસ ક્લિરન્ટ સર્ટિફિકેટ આપવું જરુરી હતું

*-દિલ્હીમાં સાઉદી એમ્બેસીએ ટ્વિટ કરીને આપી જાણકારી 

તાજેતરના સમયમાં ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો પાંગરી રહ્યાં છે ભારત સાથેના ગાઢ સંબંધોના પરિણાસ્વરુપે જ સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને એક મોટી છૂટ આપી છે. દિલ્હીમાં સાઉદી એમ્બેસીએ ટ્વિટ કરીને જણાવ્યું કે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યુહાત્મક ભાગીદારીને પગલે અરેબિયાએ ભારતીય નાગરિકોને વીઝા માટે પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ રજૂ કરવામાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

વારિસ સૈયદ, હિંમતનગર.