વઢવાણમાં શાળાએ ગયેલો વિદ્યાર્થી ગુમ થતા માતા પિતા ચિંતામાં ઘેરાયા હતા. બાદમાં આ બનાવ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર વઢવાણ શહેરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયેલો વિદ્યાર્થી શાળા છૂટવા છતાં ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વિદ્યાર્થીનો કોઈ અત્તોપત્તો ન લાગતા તેના શિક્ષકને પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે શાળા છૂટે ત્યાં સુધી વિદ્યાર્થી હાજર હોવાનું જણાવ્યું હતુ. અને શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થી ઘરે ન આવ્યો હોવાનું હાલમાં પરિવારજનો જણાવી રહ્યા છે.ત્યારે હાલમાં પરિવારમાં માતા-પિતાએ આ બાળકનું અપહરણ થયું હોવાની શંકા વ્યક્ત કરી અને વઢવાણ પોલીસ મથકે જાણવા જોગ હાલમાં અરજી આપી છે. અને ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરમાં રહેતા અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હબીબ લાખવા નામનો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે પરત ના ફરતા માતા પિતા તેમજ પરિવારમાં ભારે ચિંતાનો વિષય થયો હતો. અને પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ હબીબ લાખવાની શોધખોળ કરવા છતાં પણ ક્યાંય ભાળ મળી ન હતી.આ વિદ્યાર્થીના પરિવારજનોએ વઢવાણ પોલીસ સ્ટેશને પહોંચી અને બાળક ગુમ થયો હોવાનું અને બાળકનું અપહરણ થયું હોવાનો અંદાજ લગાવી અને હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ ખાતાએ પણ તપાસ હાથ ધરી છે. અને જેમ બને તેમ જલ્દી આ વિદ્યાર્થી મળી જાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજપીપળા જિલ્લા જેલ ખાતે ફરજ પર બજાવતા પોલીસકર્મી સાથે ગાળા ગારી કરી ઝગડો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજપીપળા જિલ્લા જેલ ખાતે ફરજ પર બજાવતા પોલીસકર્મી સાથે ગાળા ગારી કરી ઝગડો કરતા પોલીસ ફરિયાદ...
ડીસાના માલગઢમાં મામાજી મંદિરે યજ્ઞ યોજાયો
ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ પરમાર સોતુવાળા પરિવારના દેવતા મામાજી મહારાજના મંદિરે ચૈત્રી...
PM મોદી ક્યાં કર્યું મતદાનમતદાન કરતા પેહલા PM ને શા માટે ઉભા રાખ્યા? DAILY BODELI NEWS
PM મોદી ક્યાં કર્યું મતદાનમતદાન કરતા પેહલા PM ને શા માટે ઉભા રાખ્યા? DAILY BODELI NEWS
Office जाकर बस करनी होगी नींद, ये कंपनी दे रही शानदार Job और Salary | #JOB
Office जाकर बस करनी होगी नींद, ये कंपनी दे रही शानदार Job और Salary | #JOB
বাগছৰ জিলাৰ শ্ৰেষ্ঠ বিদ্যালয় পৰিচালনা সমিতিক বটাঁ প্ৰদান
বাগছা জিলাৰ অন্তৰ্গত পাচটা শিক্ষাখণ্ড (বাস্কা, টিহু-বৰমা, গৰেশ্বৰ, তামুলপুৰ আৰু জালাহ শিক্ষাখণ্ড)...