વઢવાણમાં શાળાએ ગયેલો વિદ્યાર્થી ગુમ થતા માતા પિતા ચિંતામાં ઘેરાયા હતા. બાદમાં આ બનાવ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર વઢવાણ શહેરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયેલો વિદ્યાર્થી શાળા છૂટવા છતાં ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વિદ્યાર્થીનો કોઈ અત્તોપત્તો ન લાગતા તેના શિક્ષકને પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે શાળા છૂટે ત્યાં સુધી વિદ્યાર્થી હાજર હોવાનું જણાવ્યું હતુ. અને શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થી ઘરે ન આવ્યો હોવાનું હાલમાં પરિવારજનો જણાવી રહ્યા છે.ત્યારે હાલમાં પરિવારમાં માતા-પિતાએ આ બાળકનું અપહરણ થયું હોવાની શંકા વ્યક્ત કરી અને વઢવાણ પોલીસ મથકે જાણવા જોગ હાલમાં અરજી આપી છે. અને ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરમાં રહેતા અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હબીબ લાખવા નામનો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે પરત ના ફરતા માતા પિતા તેમજ પરિવારમાં ભારે ચિંતાનો વિષય થયો હતો. અને પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ હબીબ લાખવાની શોધખોળ કરવા છતાં પણ ક્યાંય ભાળ મળી ન હતી.આ વિદ્યાર્થીના પરિવારજનોએ વઢવાણ પોલીસ સ્ટેશને પહોંચી અને બાળક ગુમ થયો હોવાનું અને બાળકનું અપહરણ થયું હોવાનો અંદાજ લગાવી અને હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ ખાતાએ પણ તપાસ હાથ ધરી છે. અને જેમ બને તેમ જલ્દી આ વિદ્યાર્થી મળી જાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা আম্বেদকাৰ ভৱনৰ সমীপৰ সাৰ্ব্বজনীন মিলন মন্দিৰত দূৰ্গোৎসৱৰ আয়োজন
সমাগত শাৰদীয় দুৰ্গাপূজা । প্ৰতিবছৰৰ দৰে শাৰদীয় দুৰ্গাপূজাত এইবাৰো চমক দিয়াৰ প্ৰয়াস কৰিছে...
Full Bulletin | २९ .०८.२०२२ | Raftaar Marathi Media
Full Bulletin | २९ .०८.२०२२ | Raftaar Marathi Media
धैर्यशील कदमांचा भाजपमध्ये जाहिर प्रवेश; धैर्यशील दादांना ताकद देण्याची फडणवीस यांची ग्वाही
धैर्यशील कदमांचा भाजपमध्ये जाहिर प्रवेश; धैर्यशील दादांना ताकद देण्याची फडणवीस यांची ग्वाही
Largest Marine Reptile: कहां मिला पृथ्वी के सबसे बड़े जीव का जीवाश्म? (BBC Hindi)
Largest Marine Reptile: कहां मिला पृथ्वी के सबसे बड़े जीव का जीवाश्म? (BBC Hindi)
અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો.
અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ( IMFL ) ની કુલ બોટલ નંગ -૪૦૨૦ ( કુલ પેટી...