નડિયાદ 17/11/2022...બ્રેકીંગ *ન્યૂઝ..ખેડા જિલ્લા ના નડિયાદ માં આવેલ નાયબ માહિતી નિયામક ની કચેરી નો સિનિયર ક્લાર્ક શર્મા કિરણ હસમુખભાઈ 1500 રૂપિયા લાંચ લેતા રંગે હાથે એ.સી.બી નડિયાદ ની ટીમે ઝડપયો..* 

ફરિયાદી તથા તેમના પત્ની સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અને તેના લાભો આમ જનતા સુધી પહોંચાડવા માટે જન જાગૃતિ ના કાર્યક્રમ અનુસધાને ગામડાઓ માં લોક ડાયરો કરવાના ઓર્ડર નાયબ માહિતી નિયામક કચેરી નડિયાદ દ્વારા મળેલ .જેના એક કાર્યક્રમ પુરસ્કાર દીઠ 4500../જેટલું મહેનતાણું ઓર્ડર માં દર્શાવેલ હતું સરકાર શ્રી ના વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ પ્રચાર પ્રસાર કરવા સારુ કરેલ કુલ 2 કાર્યક્રમો ના બિલ ના નાણાં 8000/ બાબતે આરોપી ક્લાર્કએ પ્રથમ 3000/ લાંચ ની માગણી કરી હતી જેમાં રકઝક ભાવતાલ ના અંતે 2500 નક્કી કરી 1000 લઈ લીધા હતા અને બાકી ના 1500 આજ રોજ કચેરી માં આપવા જણાવેલ જે બાબતે જાગૃત ફરિયાદી એ એ.સી.બી. માં ફરિયાદ આપતા આજ રોજ છટકું ગોઠવી આરોપી એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી 1500/ લાંચ સ્વીકારી લીધી હતી જેને એ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર જે..આઇ પટેલ તેમજ તેમની ટીમે રંગે હાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે..