આગામી લોકસભાની ચૂંટણીને લઈ સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા વટપલ્લી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.. આવનાર લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા સીટ સર કરવાં કોંગ્રેસ પક્ષ અગાઉથી કમર કસી રહ્યું છે
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ બેઠકનું આયોજન વડાલી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં બેઠકોનો દોર ચાલુ કર્યો છે ત્યારે સાબરકાંઠા જીલ્લા કાઁગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને કોંગ્રેસ પક્ષનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવા માટે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા વિચારણા કરી ચૂંટણી માટે રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.. જ્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને આગામી સંસદની ચૂંટણીમાં કામે લાગી જવા અને સત્તાધારી પક્ષ ભાજપ સામે મજબૂતાઈ થી ચૂંટણી લડવા કેન્દ્ર અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તેજાબી ભાષાઓ થકી આહવાન કર્યું હતું કાર્યકર્તાઓમાં એક નવો જોશ અને જુસ્સો પૂર્યો હતો.. રામ ક્રિષ્ના ઓઝા,પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીલ્લા,તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું...