ભાવનગરના ઠળિયા ગામના યુવકે બે દિવસ પહેલા ગાડી માંથી ઉતરી પરિવાર સામેજ ભાગી ગયા હતા.જેની લાશ આજે લીમડાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં ટિંગાતી મળી હતી.બીજા બનાવમાં વાડીએ પાણી વાળતા યુવકને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજેલ હતું.
બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજાના ઠળિયા ગામના મૂળ રહેવાસી અને સુરત ખાતે સ્થાયી થયેલા ધીરુભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.45) અહીંના સરતાનપર બંદર ખાતે ફોર વ્હીલ મા બેસી બે દિવસ પહેલા લગ્ન પ્રસંગ આવતા હતા.તે સમયે અલંગના પાચ પીપળા ખાતે ઇંધણ પુરાવવા માટે ગાડી ઊભી રાખી હતી.તે સમયે લઘુશંકા કરવા જવું છે તેમ કહી ધીરુભાઈ પરમાર ગયા બાદ ગુમ થઈ ગયા હતા.આજે તેઓની લાશ પાચ પીપળાના અશોકભાઈ ચુડાસમા ની વાડીમાં વૃક્ષ પર ગળેફાંસો ખાઈ ટિંગાતી મળી હતી.
હેડ.કો.અશોકભાઈ ધાંધલિયાં એ જણાવ્યું હતુંકે પરિવાર જનોનું કહેવું હતું કે દસેક દિવસથી માનસિક બીમાર હતા.જોકે ગુમ થયાનું પોલીસ મથકમાં ક્યાંય નોધવેલ ન હતું.અહી પોલીસે પેનલ પી.એમની માગણી કરતાં ડો. સાકિયા તથા ડો.જીગર પંડ્યા એ કરેલ હતું.