ધાનેરા અને દાંતીવાડા તાલુકા ને નર્મદા યોજના આધારિત સિંચાઈ ના પાણી મળવાની શકયતા..

( રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા ) 

મંત્રી કુવરજી બાવળીયા એ દાંતીવાડા જળાશય યોજનાની મુલાકાત લીધી..

થરાદ ની નર્મદા મુખ્ય લાઈન માં થી થરાદ થઈ રેલ નદી સુધી પાઈપ લાઈન નાખવાની તજવીજ..

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરૂવારે દાંતીવાડા ખાતે આવેલ દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી હતી, તેમજ નર્મદા ની મુખ્ય નહેર થી ધાનેરા અને દાંતીવાડા તાલુકા ને સિંચાઈ નો લાભ મળી રહે, તે માટે પાઇપ લાઇન નાખવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.. 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના અનેક ગામોમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને પશુપાલન રાખવું પણ મુશ્કેલ બની ગયું છે, તેમજ સિંચાઈ થઈ શકે તેવી પિયત વ્યવસ્થા ન હોવાને કારણે આજે હજારો ખેડૂતોના ખેતરો કોરા ધાકોર પડ્યા છે..

ત્યારે તાજેતરમાં જ ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા અને જળ સંપતિ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને ધાનેરા અને દાંતીવાડા તાલુકાને પણ નર્મદા યોજના આધારિત નહેર અથવા પાઇપ લાઇન દ્વારા પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે લેખીત રજૂઆત કરવામાં આવી હતી.. 

આથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા એ ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ને સાથે રાખી ગુરૂવારે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ સહિતના વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બન્ને ડેમની પરીસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..

પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ એ પણ થરાદ ની નર્મદા મુખ્ય નહેર થી પાઈપ લાઈન નાખવામાં આવે તો ધાનેરા ની રેલ નદી સુધી પાણી પહોંચી શકે તે રેતની નકશા દ્વારા સમજ આપી હતી..

બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ સતત નીચે જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે, અને ગુરુવારે ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજી બાવળિયા એ પણ દાંતીવાડા અને સીપુ ડેમ ની મુલાકાત લઈ ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતો ને પણ સિચાઈ માટે પાણી મળી રહે, તે માટે હકારાત્મક સંદેશ આપ્યો હતો તેમ ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું..