ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત ઘોઘાના વિસ્તારના અવાણીયા ગામમાં કુમાર અને કન્યાશાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ હતી. 

ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિરમાં ડો. અરવિંદભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક અપ કરી દવાઓ તેમજ શ્રી રેખાબહેન ભટ્ટે બાળકોનાં લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને શ્રી રમેશભાઇ પરમારે કૅરેટોમીટરથી આંખની તપાસ કર્યા બાદ ચશ્માનું વિતરણ કર્યું હતું. 

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. 

આ પ્રસંગે એગ્રોસેલના પ્રતિનિધિશ્રી રોબર્ટભાઇએ વિશેષ રીતે ઉપસ્થિત રહીને ઉત્સાહ વધાર્યો હતો. જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન ઘોઘા તાલુકાના ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસના લક્ષાંકને સાર્થક કરવાં શિશુવિહાર ટીમના ચીફ કો-ઓર્ડિનેટરશ્રી હીનાબહેન ભટ્ટ તથા એગ્રોસેલના સી.એસ.આર. સંયોજકશ્રી વિશાલભાઈ મિશ્રા સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્યની કાળજી લઈ રહ્યાં છે.