ધોળીધજા ડેમની કુલ ક્ષમતા સામે હાલ ડેમની સપાટી 18.40 ફૂટે પહોંચીધોળીધજા ડેમની કુલ ક્ષમતા સામે હાલ ડેમની સપાટી 18.40 ફૂટે પહોંચીધોળીધજા ડેમની કુલ ક્ષમતા સામે હાલ ડેમની સપાટી 18.40 ફૂટે પહોંચીધોળીધજા ડેમની કુલ ક્ષમતા સામે હાલ ડેમની સપાટી 18.40 ફૂટે પહોંચીડેમમાં હાલ કેનાલમાંથી 1930 કયૂસેક પાણીની આવક સામે 1986 કયૂસેક પાણીની જાવક.વઢવાણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ 20 ફુટની સપાટી સામે હાલ 18.40 ફુટ પાણીથી ભરેલો છે અને હીલોળા લઈ રહ્યો છે. હવે જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ડેમ ઓવરફલો થવાની શકયતા રહેલી છે. ડેમ ઓવર ફલો થતા ભોગાવા નદીમાં પાણી આવી શકે તેમ છે. આથી નદીકાંઠે નીચાણવાળા ગામોના લોકોને તકેદારી રાખવા જણાવાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સારા વરસાદ વગર મોટાભાગના જળાશયો ખાલીખમ છે. જિલ્લાના 10 જળાશયોમાંથી 3 માંતો હાલ ડેડ વોટર છે.બીજી તરફ રાજકોટ પંથકમાં સારા વરસાદથી ચોટીલા અને જસદણ તાલુકાના સીમાડે આવેલો ત્રીવેણી ઠાંગા ડેમ એકવાર ઓવરફલો થઈ ચુકયો છે. જયારે સાયલા શહેરને પીવાનું પાણી આપતો થોરીયાળી ડેમ હજુ 17 ટકા જ ભરેલો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની સાથે બોટાદ, રાજકોટ, જામનગર, કચ્છ સુધી પીવાનું પાણી આપતો સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી હીલોળા લઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની 20 ફૂટની ક્ષમતા સામે હાલ ડેમમાં 18.40 ફૂટ પાણી રહેલુ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની શકયતા દર્શાવાઈ છે.ત્યારે જો ઉપરવાસમાં સારો વરસાદ પડે તો ધોળીધજા ડેમ ઓવરફલો થવાની શકયતા રહેલી છે. જો ધોળીધજા ડેમ ઓવરફલો થાય તો તેના પાણી ભોગાવા નદીમાં આવી શકે છે અને આ પાણી જિલ્લાના વઢવાણ, લીંબડી તાલુકાના નીચાણવાળા ગામોના લોકોએ અસર કરી શકે છે. આથી નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે. ધોળીધજા ડેમમાં હાલ 1930 કયુસેક પાણીની આવક કેનાલ થકી થઈ રહી છે. જેની સામે 486 કયુસેક સૌની યોજનામાં અને 1500 કયુસેક પાણી કેનાલ વાટે આઉટફલો થઈ રહ્યો છે. આમ, કુલ 1930 કયુસેક પાણીની આવક સામે 1986 કયુસેક પાણીની જાવક રહેલી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं