વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન સમયસર કેસો ચાલે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો હુકમ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની જાહેર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં પોલીસ ખાતા તરફથી રજૂ થતા આરોપીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા ધ્યાને લેતા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તરીકે ઘણી વાર સબ ડીબીઝનલ મેજિસ્ટ્રેટશ્રી મુખ્ય મથકે હાજર ન હોવાને કારણે અથવા ફેરણી સમયે બહાર ગયા હોય તેવા પ્રસંગે સમયસર કેસો ચલાવવામાં મુશ્કેલી ઉભી ન થાય એ માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૦૯ તથા કલમ ૧૧૦ (જી) ના કેસમાં આરોપીઓને રજુ કરવા તથા કરવાપાત્ર તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવા માટે સબંધિત તાલુકાના મામલતદાર અને એકઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીઓને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન તા. ૧૦-૧૨-૨૦૨૨ સુધી તેમના કાર્યક્ષેત્રના ગામો પુરતા અધિકૃત કરવામાંનો હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ કર્યો છે.