હાલોલ નગર ખાતે ભારે ધૂમધામ અને આન,બાન અને શાન સાથે આવતીકાલે ગણપતિ બાપ્પા નગરજનોનું 10 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આવતા વર્ષે જલદી આવવાના વચન સાથે વિદાય લઈ રહ્યા છે ત્યારે હાલોલ પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણી માટે તમામ તૈયારીઓને આજે આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં નગર ખાતે યોજાનારા ગણેશ વિસર્જનને અનુલક્ષીને સતત ફૂટ પેટ્રોલિંગ કરી નગરના તમામ ખૂણે ખાચરે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને આવતીકાલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ આરંભવામાં આવી છે જેમાં આવતીકાલે શ્રીજીના વિસર્જનને અનુલક્ષીને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની કવાયત હાથ ધરાઈ છે જેમાં 1 ડીવાયએસપી, 3 પીઆઇ, 6 પીએસઆઇની આગેવાની હેઠળ 106 મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ, 27 એસઆરપી જવાન, 135 હોમગાર્ડ જવાન, અને 50 મહિલા પુરુષ જીઆરડી ગાર્ડ, તેમજ 10 જેટલા ટીઆરબી ગાર્ડને ચુસ્ત બંદોબસ્ત માટે ખડેપગે તૈનાત કરાશે જ્યારે ગણપતિ વિસર્જનની સવારીના સમગ્ર રૂટમાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ બનતા તમામ લારી-ગલ્લા, કેબીનોના સંચાલકોને ટ્રાફિકને અવરોધરૂપ ન બનવા સલાહ સૂચનો અપાયા છે જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સંપૂર્ણ સજજ થઈ સમગ્ર નગર સહિત સમગ્ર શ્રીજીના રૂટની સવારી પર ચાંપતી નજર રાખશે તેવી પણ માહિતી મળવા પામી છે જ્યારે સમગ્ર નગર સહિત  તમામ શ્રીજીની વિસર્જનની સવારીઓ  સહિત રોડ રસ્તા ફળિયા,ગલીઓ,મહોલ્લાઓ પર પોલીસ ચાંપતી નજર રાખી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા સવારે વિસર્જનના આરંભથી રાતે વિસર્જનના અંત સુધી કરાશે તેવી માહિતી મળવા પામી છે.જ્યારે હાલોલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નગરજનોને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરી પોલીસને કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણીમાં સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કરાયો છે.