પ્રચારલક્ષી નાટકના માધ્યમથી અવશ્ય મતદાન કરવા માટે સંદેશ પાઠવવામાં આવ્યો

અમદાવાદની એઇડ્સ જન એવમ વિકલાંગ સેવા સંસ્થાનના સંચાલકશ્રી રાજુભાઈ જોશી સહિત તેમના નાટ્ય કલાવૃંદ તરફથી અને જિલ્લા ચૂંટણીતંત્રના માધ્યમથી મતદાર જાગૃતિ અંગે “જાગો મતદાર જાગો” ની નાટ્ય કૃતિ રજૂ કરાઈ હતી, જેમાં EVM/VVPAT ની કાર્ય પદ્ધતિની જાણકારી સાથે વિસ્તૃત માર્ગદર્શન અપાયુ હતું. અને આ પ્રચારલક્ષી નાટકના માધ્યમથી મતદાતાઓને તેમના મતાધિકાર અગત્યતા અંગે તેમજ લોકશાહી શાસન પ્રણાલીમાં મતદારના મૂલ્યની સમજ કેળવવાની સાથો-સાથ પ્રત્યેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.