પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાંથી દેશી વિદેશી દારૂની બદીને ડામવા મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.કે.માલવીયા નાઓએ કવાયત હાથ ધરી છે જે તેઓ પોલીસ માણસો સાથે તા 05/11/2022 ના રોજ કોમ્બિંગ નાઇટ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે એક લાલ કલરની એલ.પી.ટ્રક નંબર RJ 27 GD 9164 નો ચાલક તથા કલીનર તેમના કબજાની ટ્રકમાં કેબીનની પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી દાહોદ તરફથી આવે અને ગોધરા થઇ વડોદરા તરફ જનાર છે. જે બાતમીના આધારે પી.એસ.આઈ. એમ.કે.માલવીયાનાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે મોરવાહડફ સંતરોડ ચેકપોસ્ટ ઉપર પાસે નાકાબંધી કરી બાતમીવાળી ગાડી આવતા તેને રોકી ટ્રકના ચાલક તથા ક્લીનરને નીચે ઉતારી ટુકમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટ્રક ખાલી હોવાનું જણાવતા ટ્રકના ડાલાના ભાગે જોતા ટ્રક ખાલી હોઈ જેથી ટ્રકમાં ઝીણવટભરી રીતે તપાસ કરતા ટ્રકમાં ડ્રાઇવર સીટની પાછળના ભાગે કેબીનની અંદરના ભાગે પ્લાયવુડના પાટીયા મારી બોલ્ટ ફીટ કરી ચોર ખાનું બનાવેલ હતું જે પાટીયાને ખોલી જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ જેમા ઇગ્લીશ દારૂ ભરેલ કાગળના ચોરસ પાઉચ નંગ-2,304 કિ.રૂ.1,93,536/- કાચના ક્વાટરીયાની બોટલો નંગ 336 ની કિ.રૂ. 57,120/- કાઇ ચોઇસ પ્રિમિયમ વ્હીસ્કી માર્કાના કાચના કવાટરીયા નંગ-48 કિ.રૂ.8,160/- મળી કુલ 2,58,816/- રૂ.ની કિંમતનો વિદેશી દારૂ તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-02 કિં.રૂ.6000/- એલ.પી.ટ્રકની કિ.રૂ.8,00,000/-મળી કુલ કિ.રૂ.10,64,816/- રૂ.નો મુદ્દામાલ ઝડપી સ્થળ પરથી બે આરોપીઓ નાથુરામ રામકરણ જાતે કંજર ઉ.વ.32 રહેવાસી ગામ કંદેડા, શાહપુરા રોડ, તા.કેકડી જીલ્લો અજમેર રાજસ્થાન રાજ્ય અને રામલાલ બાલાજી જાતે ડાંગી ઉ.વ.30 રહેવાસી ગામ કંડોચા પ્રાથમિક શાળા પાસે વલ્લભનગર જી.ઉદેપુર રાજસ્થાનનાઓની અટકાયત કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી.